14 Apr 2022 | 1 min Read
Tinystep
Author | 2578 Articles
શું તમને ખબર છે કે છીંકવાથી તમારુ બાળક ગભરાઈ જાય છે? નહી ને? પણ કોઈ પણ પ્રકાર નો મોટો અવાજ જેવો કે, કુતરાનું ભસવાનું,
કારનો ર્હોન, લાઉડ સ્પીકર દ્વારા કરેલી જાહેરાત અથવા તમારા છીંકવાથી બાળકનાં શરીરમાં કંપારી પંહોચાડે છે.
તમે વિચારતા હશો કે બાળકને અંગુઠો ચુસવાની ટેવ કઈ રીતે પડી અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો? પરંતુ
અા આદત તેને ગર્ભમાં થી લાગી જાય છે. એટલે તમે બાળક પર કોઈ ગંભીર પગલાં ના ઉઠાવતા. ધીમે ધીમે તેઓ ની
અા અાદત જાતે જ છુટી જાય છે.
દરેક ગર્ભવતી મહિલા પોતાના પેટનાં હલવાને અનુભવી શકે છે. અા ત્યારે થાય છે જ્યારે ગર્ભમાં તમારુ બાળક
હેડકી ખાય છે. ચિંતા ના લેશો, અા એક કુદરતી ક્રિયા જ છે.
બાળક નાં સેન્સ-ઓર્ગન એના જન્મ લેવાનાં પહેલા જ વિકસી જાય છે. પહેલા ત્રિમાસનાં પુરા થવા સુધીમાં બાળક
માતાનાં ખોરાકને સુંઘી શકે છે.
બાળકને બગાસા લેતા જોવું ખરેખર સુંદર તેમજ મનોરમ લાગે છે. પણ માનાં ગર્ભમાં વિકસતા બાળક ની પાસે હલવાની ઓછી જગ્યા હોય છે.
એટલા માટે તેઓ ગર્ભમાં બગાસા ખાય છે.
બાળકનાં દિમાગી વિકાસ દરમ્યાન તેનામાં સપના જોવાની ક્ષમતા અાવી જાય છે. એ શું સપના જોવા છે તે તો તેને જ ખબર હશે. તમે
જો સારા મુડમાં રહેશો તો બાળક પણ આનંદદાયી સપનાઓ માં ખોવાએલું રહેશે.
ખાદ્ય પર્દાથ જેવાકે લસણ, આદુ તમારા એમનીઓટિક ફ્લુઈડ ના સ્વાદ ને બદલી શકે છે. ૧૫માં અઠવાડિયા થી બાળક ગળ્યું ખાવાનાં પ્રતિ
વધારે ઝોક બતાવશે અને વધારે એમનીઓટિક ફ્લુઈડને ગળી લેશે. જ્યારે તમે કડવો ખોરાક લેશો ત્યારે બાળક એમનીઓટિક ફ્લુઈડ ઓછુ લેશે.
એટલે તમે કશુંક એવો ખોરાક લો જે તમરા બાળકને પણ પસંદ અાવે.
તમારુ બાળક ૨૮માં અથવાડીયા થી પાંપણ ટપટપાવા નોં પ્રયાસ કરશે. તે પોતાની અાંખો ખોલશે. તેમના માટે જોવા માટે કાંઈ વધારે તો હોતુ
નથી, પરંતુ બાળક તમારા નાભી થી આવતા પ્રકાશથી દુર જાવાનો પ્રયત્ન કરે છે.
અા ક્રિયા સામાન્ય વ્યકતીનાં પેશાબ કરવાની સમાન જ હોય છે. પહેલા ત્રિમાસ નાં પુરા થવા સુધીમાં તમારુ બાળક પેશાબ કરવાનું શરુ કરી દે છે.
બાળક એમનીઓટિક ફ્લુઈડ ને ગળશે, પચાવશે, તેની કિડની તેને ફિલ્ટર કરશે અને મા ના મુત્રાશય સુધી પહોંચાડશે. અા ક્રિયા સતત એક
ચક્ર ના રુપ માં ચાલતી રહે છે.
સ્મિત કરવાથી કશો ર્ખચો નથી થતો ઉપરાંત પ્રેમ ની કમાણી થાય છે. બાળક માના ગર્ભમાં સારી ભાવના નાં અનુભવથી સ્મિત પણ કરે છે.
તમે ધીમા સુમધુર ગાયન સાંભળતા હશો ત્યારે તમારુ બાળક એ સારી ભાવના નાં અનુભવથી સ્મિત કરતું હશે. અાપણે એ સ્મિત માત્રનાં
ખયાલ થી જ ખુશ થઈ જઈઅે છે.
સગર્ભાવસ્થા નાં અંતિમ ૧૦ અથવાડીયા માં બાળક તમારો અવાજ સાંભળવા લાગે છે. ભલે પછી એ તમે શું બોલો છો એ સમજી ના શકે પણ
તમારા અવાજને ઓળખવા લાગે છે. એટલે તમે અારામ થી, ધીમા અવાજે વાત કરો. ગુસ્સો ના કરો અથવા ભાવના ઓ પર કાબુ રાખવો.
તમારા બાળક પર તમારા અવાજ અને ટેવો ની અાદત પડે છે.
નવજાત બાળકો અવારનવાર રોતા હોય છે. તે પછી પણ તેમના પ્રતિ પ્રેમ ઓછો નથી થતો. અા વાત તમને દુ:ખ પહોંચાડશે પણ બાળક જન્મ
પહેલા જ મા નાં ગર્ભમાં અાંસુ પાડે છે. પણ અા કુદરતનાં અનુરુપ છે કેમકે અા દ્વારા તે અા દુનિયા માં અાવવા માટે તૈયાર છે તે સાબીત થઈ
જાય છે.જન્મ લીધા પછી બાળકને રોવા માટે પ્રોત્સાહિત કરે છે કેમકે તેનાથી તેની શ્વાસનળી નો રસ્તો સાફ થઈ જાય છે.
ભગવાને દરેક વસ્તુની રચના કાંઇક કારણસર કરી છે. એટલે તમે કોઈ વાત ની ચિંતા ના કરો કેમકે અા બધી કુદરતી ક્રિયાઓ છે જે બાળકનાં
સંર્પુણ વિકાસ માટે જરુરી છે.
0
Like
0
Saves
0
Shares
A